કોરોના મહામારી પછી હાર્ટ એટેકમાં મોત નિપજાવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે હાર્ટ એટેક માટે રાજ્ય સરકાર ચિંતિત બની નિષ્ણાંત તબીબો સાથે બેઠક યોજી હતી જો કે હૃદયરોગના હુમલા માટે તબીબો પણ અસમજંસની સ્થિતિ અનુભવી રહ્યા હોવાની સાથે અલગ-અલગ કારણો આપી રહ્યા છે આમ છતાં કોરોના પછી જ અચાનક હાર્ટએટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ત્યારે અરવલ્લી જીલ્લામાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજતા ભારે ચકચાર મચી છે
મોડાસા શહેરના બુટાલવાડામાં રહેતા અને જાણીતા રીકરીંગ અને એલઆઈસી એજન્ટ નરેશભાઈ.પી.મહેતાનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી નરેશ મહેતા રાત્રીના સુમારે જમી પરવારીને પરિવાર સાથે સુઈ ગયા બાદ સવારે નિત્યક્રમ મુજબ નહીં ઉઠતા પરિવારજનોએ તાબડતોડ તબીબને બોલાવતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું નરેશ મહેતાનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર શહેર અને વણિક સમાજમાં ભારે શોકનુ મોજું ફરી વળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં હૃદયરોગના હુમલાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતા તબીબ આલમ પણ ચિંતિત છે શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક ના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે