અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી ગુજરાતમાં ઠલવાતા વિદેશી દારૂ પર રોક લગાવવામાં પોલીસતંત્ર મહદંશે સફળ રહ્યું છે શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા ત્રણ દિવસમાં ત્રણ જુદા-જુદા વાહનમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે બોરનાલા નજીક પોલીસ ચેકીંગ જોઈ બુટલેગર 2.10 લાખથી વધુનો વિદેશીદારૂ ભરેલી કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ બોરનાલા આંતરરાજ્ય સરહદ પર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથધરતા વિદેશી દારૂ કારમાં ભરી પસાર થતો બુટલેગર પોલીસજીપ જોઈ કાર રિવર્સ લઇ ભાગવા જતા કાર રોડ પર વળાંકમાં ફસાઈ જતા બુટલેગર કાર રોડ પર મૂકી જંગલમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારમાંથી વિદેશી દારૂ ભરેલ ક્વાંટરીયા નંગ-1584 કીં.રૂ.210480/- તેમજ કાર મળી રૂ.5.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી