અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર અને આજુબાજુના પંથકમાં વિદેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે મોડાસા ટાઉન પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી શખ્ત કાર્યવાહી હાથધરી છે ગણેશપુર (હજીરા) વિસ્તારમાં ગેસ્ટ હાઉસ પાછળ વોંગા-કોતરમાં ત્રાટકી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી 44 હજારથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસરેડ જોઈ નરેશ પરમાર નામનો બુટલેગર ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ગણેશપુર (હજીરા) વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિરથી થોડે દૂર સબલપુર ગામની સીમમાં આવેલ વાંગા-કોતરમાં ગણેશપુર ગામનો નરેશ બાલાજી પરમાર નામનો બુટલેગર વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ તાબડતોડ બાતમી આધારીત સ્થળે ત્રાટકતા બુટલેગર નરેશ પરમાર ફરાર થઇ ગયો હતો વાંગા-કોતરમાં સંતાડેલ વિદેશી દારૂ બોટલ-ક્વાટર નંગ – 288 કીં.રૂ.44160/- નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી