અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે દિવાળી પર્વમાં દારૂની રેલમછેલને અટકાવવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે જીલ્લા પોલીસતંત્ર સતત દારૂ ઝડપી રહી છે મોડાસા ટાઉન પોલીસે હેડક્વાટર નજીકથી પસાર થતા એક શખ્સને બાતમીના આધારે ઝડપી પાડી તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની 8 બોટલ જપ્ત કરી હતી દારૂ સાથે ઝડપાયેલ શખ્સ સુરત ઘરે પ્રસંગ હોવાથી રાજસ્થાનના ઠેકા પરથી અલગ અલગ બ્રાન્ડની બે બે બોટલ લીધી હોવાનું પોલીસ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી
મોડાસા ટાઉન પોલીસે મોડાસા-શામળાજી રોડ પર હેડક્વાર્ટર નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શામળાજી-મોડાસા રોડ પરથી ચાલતા ચાલતા પસાર થતા એક શખ્સના થેલામાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા પોલીસ રોડ પર થી પસાર થતા શખ્સને અટકાવી તલાસી લેતા તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-8 કીં.રૂ.8000/- મળી આવતા પોલીસે દારૂ સાથે ઝડપાયેલ પ્રેમસીંગ મનોહરસીંગ રાજપૂત (રહે,ગોગુન્દા પંથક-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દારૂ સાથે ઝડપાયેલ શખ્સે સુરત તેના ઘરે પ્રસંગ હોવાથી પાર્ટી કરવા દારૂ લીધો હતો ગાજણ સુધી ખાનગી વાહનમાં મુસાફરી કરી ત્યાં ઉતર્યા બાદ કોઈએ વાહનમાં નહીં બેસાડતા ચાલતો ચાલતો મોડાસા બસ સ્ટેન્ડ તરફ નીકળ્યો હોવાનું જણાવ્યું હતું