ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા કમનસીબ મૃતકો કોણ કોણ વાંચો
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પર રાજસ્થાનમાં આવેલ રતનપુર ચેકપોસ્ટ નજીક પ્રથમ નોરતે તુફાન જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 8 શ્રમિકોના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત શામળાજી પંથકના 4 યુવકોને ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી વીંછીવાડા નજીક ઢાબા પાસે લકઝરી બસ સાથે કાર અથડાતા કારના આગળના ભાગનો કડૂચાલો નીકળી ગયો હતો કારમાં સવાર ચાર યુવકોના શરીરના ફુરચે ફુરચા નીકળી જતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું,જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો
શામળાજી પંથકના મિત્રો શુક્રવારે રાત્રે કામકાજ અર્થે રાજસ્થાન નીકળ્યા હતા મોડી રાત્રે વીંછીવાડા નજીક એક હોટલ પાસે કાર લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર શામળાજી નજીક વેણપુર ગામના 2 સહિત ખારી, પાંડરવાડા ગામના કુલ 4 યુવાનનું મોત નીપજ્યાં છે, અન્ય એક યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજસ્થાનની હોસ્પિટલમાં ખસેડાયો હતો અકસ્માતમાં કારના આગળના ભાગના ભુક્કા બોલાઈ જતા કારમાં સવાર યુવકોના મૃતદેહ કારમાં ચોંટી જતા રાજસ્થાન પોલીસે ભારે જહેમત બાદ ચારે મૃતકના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પંથકના યુવકોની કારને ગમખ્વાર અકસ્માત નડતા અને કારમાં સવાર ચાર યુવકોના મોતની જાણ પરિવારજનો અને મિત્ર વર્તુળને થતા તાબડતોડ સ્થળ પર પહોંચી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી શામળાજી પંથકમાં ચાર યુવકો ના મોતને પગલે ભારે શોકની લાગણી છવાઈ હતી
મૃતક કમનસીબ 4 યુવાકો અને ઘાયલ યુવકનું નામ વાંચો
1)સતિષભાઈ કાવજીભાઈ ભગોરા (ઉં.વર્ષ-25, રહે વેણપુર)
2)અંકિત ચીમનભાઈ નિનામા (ઉં.વર્ષ-25, રહે વેણપુર)
3)રવી કસ્તુરભાઈ નિનામા (ઉં.વર્ષ-23, રહે.ખારી)
4)કૌશિક અશોક કુમાર (ઉં.વર્ષ-21, કુણોલ-ગેડ)
5)હિરેનભાઈ કમલેશભાઈ (ઉં.વર્ષ-40, ગેડ) ગંભીર ઈજાગ્રસ્ત