24 C
Ahmedabad
Tuesday, December 5, 2023

મહિસાગર: લુણાવાડા તાલુકાના માખલિયા ગામના આર્મી જવાન રાજુભાઈ બારિયાને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ


લુણાવાડા,
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા માખલિયા ગામના આર્મી જવાન રાજુભાઈ બારિયાનુ માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન અવસાન થતા માદરે વતન ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામા આવી.પંચમહાલના શહેરા ખાતેથી આર્મીવાહનમાં તેમના રાજુભાઈના પાર્થિવદેહને માખલીયા ખાતે લઈ જવામા આવ્યો હતો. શહેરા બસ સ્ટેશન ખાતે પણ ડીજે પર દેશભક્તિના ગીતો સાથે તેમને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામા આવ્યા હતા.શહેરાનગરવાસીઓએ પણ તેમને શ્રધ્ધાજંલી આપી હતી. આર્મી જવાનો,અધિકારીઓ,નિવૃત જવાનો પણ તેમની અંતિમયાત્રામા જોડાયા હતા.

Advertisement

મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામના વતની રાજુભાઈ કેશરભાઈ બારિયા તેઓ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા.તેઓ રજા લઈ પોતાના વતન ખાતે આવ્યા હતા.તે સમયે લુણાવાડા- ગોધરાના વીરણીયા રોડ પર માર્ગ અકસ્માતનો ભોગ રાજુભાઈ બન્યા હતા.તેમને વધુ સારવાર માટે પુણેની આર્મી હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન તેમનુ અવસાન થતુ હતુ.પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે એમ્બ્લ્યુલન્સમાં તેમના પાર્થિવદેહને લાવામા આવતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.રાજુભાઈને ભરી આંખે શ્રધ્ધાંજલી આપી હતી.ત્યારબાદ તેમના પાર્થિવદેહને મહિસાગરના માખલિયા ખાત લઈ જવામા આવ્યો હતો. અંતિમવિદાય આપવામા આવી હતી. જ્યા આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામા આવી હતી.તેમને અંતિમ વિદાય આપવા માટે આખુ માખલિયા ગામ હિબકે ચઢયું હતુ. અંતિમ વિદાયના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ સહિત રાજકીય આગેવાનો તેમજ માખલીયા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિવારમાં પોતાના બે બાળકોને વિલાપ કરતા મુકી ગયા હતા.પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો હતો. અંતિમયાત્રામા ભારત માતાકી જય સહિતના સુત્રો પોકાર્યા હતા. તેમનો પાર્થિવદેહ પંચમહાભુતમા વિલીન થયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!