કોરોના સંક્રમણ પછી હૃદય બેસી જતા યુવકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે દેશભરના નિષ્ણાંત તબીબો હાર્ટ એટેકના હુમલામાં ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવકોની કારમી વિદાય થતા ચિંતિત બન્યા છે હૃદયરોગના હુમલાઓને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અરવલ્લી જીલ્લામાં 48 કલાકના ટૂંકા ગાળામાં બે લોકોના હાર્ટ એટેકમાં મોતના પગલે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ભિલોડા તાલુકાના સુનસર ગામનો રીક્ષા ચાલક યુવક પરિવાર સાથે વાતો કરતા કરતા ઢળી પડતા પરિવારજનો તાબડતોડ તબીબ પાસે લઇ જતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું
ભિલોડા તાલુકાના સુનસર ગામના 41 વર્ષીય મહેન્દ્રભાઈ અમરતભાઈ પરમાર નામનો યુવક રીક્ષા ચલાવી પરિવારનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે રવિવારે બપોરના સુમારે મહેન્દ્ર ભાઈ પરમારને અચાનક છાતીમાં દુઃખાવો ઉપાડ્યા બાદ ઢળી પડતા પરિવારજનો સામે જ પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોએ ભારે રોકોક્કળ કરી મૂકી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દિવાળી પર્વમાં ઠંડા વાતાવરણમાં લોકોને હૃદયને લગતી બીમારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને યુવાનો હાર્ટ એટેક ન આવે તે માટે સજાગ બની તબીબનો અભિપ્રાય લઇ રહ્યા છે