અરવલ્લી જિલ્લાની મેધરજ ગ્રામપંચાયત દ્વારા ઠેરઠેર કચરો ઠાલવવામાં આવતો જોવા મળી રહયો છે. ત્યારે બાજુમાં ધાર્મિક સ્થળ નિલકંઠ મહાદેવનુ મંદિર આવેલુ છે બીજી બાજુ ધર્મશાળા આવેલી છે અને તેની પાસે ગ્રામ પંચાયત આવેલી છે તેમ છતાં આવા ધાર્મિક સ્થળે જો કચરો ઠાલવવામાં આવતો હોય તો લોકોનુ આરોગ્ય પણ બગડે અને રોગચાળો ફાટીનીકળે અને મચછરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે…!!!
રોગચાળાનું પ્રમાણ વધે
અને પશુઓનુ પણ આરોગ્ય બંગડે છે અને આ બળદ (નંદી)એ આ કચરામાં પડેલ કોઈ ચીજ આરોગતા જીવન મંરણ વચ્ચે ઝોલા ખાય છે અને (બળદ)નંદી ની હાલત ગંભીર જીવ દયા પ્રેમીને નજર આગળ જોતા લોકો રોષે ભરાયા છે તો ગ્રામ પંચાયત દ્વારા આ કચરાનો નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી મેધરજ ગામલોકોની માંગ છે જો આ કચરાનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં નહી આવેતો ગામના લોકો ભેગા થઈ ને આગળની કાર્યવાહી કરીશુ એવી ગામલોકો જણાવી રહ્યા છે.
તો આનો યોગ્ય નિકાલ લાવવા માટે પંચાયતના તલાટી અને સંરપચ અને સભ્યોએ આનો તાત્કાલિક નિકાલ આવે
તેવી લોકોની માંગ છે