રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી અરવલ્લી જીલ્લા આંગણવાડી કાર્યકર અને તેડા વગર બહેનોએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે રવિવારે મોડાસા શહેરમાં થાળી વેલણ સાથે રેલીની મંજૂરી ન મળતા વિરોધ યથાવત રાખી અનોખી રીતે થાળી વેલણ સાથે ગરબા રમી પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કર્યો હતો
અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા રવિવારે મોડાસા શહેરમાં થાળી વેલણ સાથે રેલીની મંજૂરી તંત્ર દ્વારા નહીં મળતા આખરે સાંઈબાબાના મંદિર આંગણવાડી કર્મીઓએ એકઠા થઇ થાળી વેલણ સાથે સૂત્રોચ્ચાર કરી પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યો હતો આઈસીડીએસ યોજનામાં 60% કેન્દ્ર સરકારનો ફાળો હોય છે અને 40% ગુજરાતનો ફાળો હોય છે પરંતુ 2018 પછી કેન્દ્ર સરકારે આંગણવાડીની બહેનોને કોઈ પગાર વધારો કર્યો નથી ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત સરકારના ચાર મંત્રીઓ અને પ્રધાન સચિવ કૈલાશ નાથન દ્વારા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આગેવાનો સાથે સમાધાન થયા મુજબ લઘુત્તમ વેતનના દરનો અમલ કરવાનો 60 વર્ષની નિવૃત્તિ મર્યાદા નક્કી કરવાની પ્રમોશન આપવાની હૈયાધારણા આપ્યા બાદ લોલીપોપ આપી હોય તેમ પડતર પ્રશ્નો યથાવત રહ્યા હોવાથી ભારે રોષ ફેલાયો હતો આ કાર્યક્રમ
લીગલ સલાહકાર અને જાણીતા કામદાર આગેવાન ડાહ્યાભાઈ જાદવ આંગણવાડીના પ્રમુખ અને અનસુયાબેન મીનાબેન કડિયા અને ઉર્મિલાબેન રાઠોડ ની આગેવાનીમાં યોજાયો હતો. કામદાર નેતા ડાહ્યાભાઈ જાદવે જણાવ્યું હતું કે આગામી સમયની અંદર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી જુદા જુદા કાર્યક્રમો બહેનોના પ્રશ્નો માટે મોટી લડત કરવાની છે અને અમદાવાદમાં મહા પડાવ થશે જેમાં આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કરની બહેનો હાજર રહેશે