અરવલ્લી જીલ્લાનો માર્ગ વધુ એકવાર રક્તરંજિત બન્યો હતો મોડાસા-હિંમતનગર હાઇવે પર ખુમાપુર પાટિયા નજીક બસે ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટરમાં સવાર દાહોદના એક શ્રમિકનું સ્થળ પર મોત નીપજ્યું હતું અન્ય 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા વહેલી સવારે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના પગલે રોડ પર ઇજાગ્રસ્તોની કારમી ચીસો થી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
દાહોદ જીલ્લાના શ્રમિકો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં સહપરિવાર રોજગારી અર્થે મોટી સંખ્યામાં આવતા રહે છે ત્યારે દિવાળી પર્વની ઉજવણી કરવા દાહોદના શ્રમિકો ટ્રેકટરમાં વતન પરત જવા નીકળ્યા હતા ખુમાપુર પાટીયા પાસે પરોઢિયે માતાના મઢ થી મોડાસા તરફ પુરપાટ ઝડપે પસાર થતી બસના ચાલકે ટ્રેકટરને ધડાકાભેર ટક્કર મારતા ટ્રેકટરની ટ્રોલી એક તરફ સરકી જતા ટ્રેક્ટરમાં સવાર એક શ્રમિકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય 6 જેટલા શ્રમિકોને ઈજાઓ પહોંચતા અક્સ્માતને પગલે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી દીધા હતા ટ્રેકટરમાં રહેલો શ્રમિકોનો માલસામાન રોડ પર ફંગોળાઈ ગયો હતો વહેલી સવારે અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા તાબડતોડ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી ટ્રાફિક પુર્વરત કરાવ્યો હતો આખી સીઝન મજૂરી કરી પુંજી લઇ ઉલ્લાસપૂર્વક દિવાળી પર્વ મનાવવા નીકળેલ શ્રમિકોમાં માતમ છવાયો હતો