અમેરિકામાં તાલીમ મિશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેસ, 5 સૈનિકોના દુર્ઘટનામાં થયા મોત દુર્ઘટના બાદ તરત જ શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકાના સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રશત થયેલ છે, આ દુર્ઘટનામાં 5 સૈનિકોના મરણ થયાની વાત યુરોપિયન કમાન્ડે રવિવારે સાંજે સ્વીકારી છે. મરણ પામનાર સૈનિકો આર્મી સ્પેશિયલ ઓપરેશન્સના કર્મચારીઓ હતા.
કમાન્ડે દુર્ઘટનાના કારણો પર તપાસ હાથ ધરી છે, અમેરિકાના રાષ્ટ્રપતિ લોઈડ ઓસ્ટિને સમગ્ર ઘટના પર દુખ વ્યક્ત કરેલ છે. લોઈડ ઓસ્ટિને એક્સ પર જણાવ્યું ” શુક્રવારની મોડી સાંજે ભૂમધ્ય સમુદ્રમાં તાલીમ દરમિયાન દુર્ઘટનામાં પાંચ અમેરિકી સેવા સદસ્યના દુખદ મરણ ઉપર શોક વ્યક્ત કરીએ છીએ. મારી પ્રાર્થના મરણ પામનાર દેશભક્ત તેમના પરિવારો, પ્રિયજનો અને તેમના અન્ય સાથીઓ જોડે છે”.
આ દુર્ઘટના કોઈ પણ પ્રકારના હમાલની વાત હોય તેવું જોવા મળેલ નથી. ઈજરાયલ અને હમ્માસ ચાલી રહેલ સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ તાલિમ કરવામાં આવી રહી હતી.