31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના નાગરિકોને નવા વર્ષના પાઠવ્યા નૂતનવર્ષાભિનંદન


ગાંધીનગર સંસદીય ક્ષેત્ર સહિત ગુજરાત તેમજ દેશના નાગરિકોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી સર્વે નાગરિકોની સુખાકારીની મંગલ કામના વ્યક્ત કરતા અમિતભાઇ શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગરીબો, વંચિતો અને પીડિતોના જીવનમાં પ્રકાશપુંજ પ્રગટીકરણના નિરંતર પ્રયાસ – અમિતભાઇ શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ માત્ર ભૌતિક નહિ પરંતુ સંપોષિત વિકાસની સંકલ્પના ઉજાગર કરી હોવાનું જણાવતા અમિતભાઇ શાહ
આ નવા વર્ષે દેશ હિતમાં નાનો પણ એક સંકલ્પ જરૂરથી લઈએ જેના પરિણામ દેશ ૧૩૫ કરોડ ડગલાં આગળ વધશે – અમિતભાઇ શાહ

Advertisement

Advertisement

ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્ર સહિત ગુજરાત તેમજ દેશના નાગરિકોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી સર્વે નાગરિકોની સુખાકારીની મંગલ કામના વ્યક્ત કરી હતી.

Advertisement

Advertisement

અમિત શાહે તેમના શુભેચ્છા સંદેશમાં સૌ નાગરિકોના સુખ, સમૃદ્ધિ, અને નિરોગી સ્વાસ્થ્યની કામના કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ અને દેશવાસીઓના સક્રિય સહયોગના પરિણામે “ભારત” આજે વિશ્વમાં તમામ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં પહોંચ્યું છે. છેલ્લા નવ વર્ષમાં દેશની વૈશ્વિક છબી મજબૂત અને નાગરિકોના જીવન ધોરણ બહેતર બન્યા છે.

Advertisement

Advertisement

શાહે ઉમેર્યું હતું કે આદરણીય મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યની ભાજપા સરકારે ચોમુખી વિકાસની સાથે સાથે પર્યાવરણીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસની એક નવી પરિભાષા વ્યાખ્યાયિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી માત્ર ભૌતિક નહિ પરંતુ સંપોષિત વિકાસના અભિગમ સાથે ગરીબોના જીવનમાં ઉજાસ રેલાય તેવા નિર્ધારથી કામ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

શાહે જણાવ્યું હતું કે મજબૂત અને સ્પષ્ટ જનાધાર સાથે દેશની જનતાએ આદરણીય મોદીજીને દેશનું સુકાન સોંપ્યું. આજે તેના પરિણામે “મીનીમમ ગવરમેન્ટ – મેકસિમમ ગવર્નન્સ” ની સંકલ્પના સાથે સરકારની પ્રત્યેક યોજનાઓ સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવા કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર પ્રતિબદ્ધ છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે “સાફ નિયત સહી વિકાસ” ની સંકલ્પના સિદ્ધ કરી છે. સમાજના દરેક વર્ગ અને અંતિમ વ્યક્તિ સુધી તેમને મળતા લાભો પહોંચે તેની કાળજી ભાજપા સરકાર અને સંગઠન સંયુક્તપણે લઈ રહ્યા છે. ભાજપા સંગઠને પણ ” સેવા એ જ સંગઠન” ના મૂળમંત્ર સાથે જનકલ્યાણ ને જ પ્રાથમિકતા આપી છે.

Advertisement

 

Advertisement

Advertisement

શાહે અંતમાં નૂતન વર્ષ, નૂતન સંકલ્પના સાથે “દેશ પ્રથમ” ના ભાવને આગળ રાખી સૌ દેશવાસીઓ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ બને તેવી અપીલ પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે દેશ બદલાઈ રહ્યો છે. શાહે અનુરોધ કર્યો હતો કે આ નવા વર્ષે દેશ હિતમાં નાનો પણ એક સંકલ્પ જરૂરથી લઈએ જેના પરિણામ દેશ ૧૩૫ કરોડ ડગલાં આગળ વધશે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!