AdvertisementPSI આર.બી.રાજપૂત ગેરકાયદેસર ગાંજાની ખેતી ન થાય તે માટે ડ્રોનથી શંકાસ્પદ વિસ્તારના ખેતરોનું રેકોર્ડિંગ કરી રાત્રે એનાલિસ કરી રહ્યા છે
Advertisement
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે સર્વ સમાજ સેના દ્વારા આવેદન પત્ર આપી જનતા રેડની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સાઠંબા પોલીસે ડ્રોન ટેક્નોલોજીની મદદથી ખેતર,નદી-કોતરો અને ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની મદદથી ભઠ્ઠીઓ તોડી પાડી દેશી દારૂ માટે વપરાતો વોશનો મોટી માત્રામાં જથ્થો નાશ કરવાની સાથે ખેતરોમાં પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર અટકાવવા સર્વલન્સ હાથધર્યું હતું
અરવલ્લી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સમયાંતરે ખેતરોમાંથી વિવિધ ખેતીની આડમાં ગાંજાનું વાવેતર જીલ્લા પોલીસતંત્ર ઝડપી રહી છે ત્યારે સાઠંબા પંથકના ખેતરોમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર અટકાવવા પોલીસ સમયાંતરે ડ્રોનની મદદથી શંકાસ્પદ વિસ્તારના ખેતરોનું રેકોર્ડિંગ કરી રાત્રીના સુમારે એનાલિસિસ કરી શંકાસ્પદ ખેતરોની તલાસી લેવાની સાથે ખેતરો-કોતરો અને ઝાડીઓમાં એકલ- દોકલ ચાલતી દારૂની ભઠ્ઠી તોડી પાડી દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે
સાઠંબા PSI આર.બી.રાજપૂતના જણાવ્યા અનુસાર
સાઠંબા PSI આર.બી.રાજપૂતે *Mera Gujarat*ના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સાઠંબા પોલીસ સ્ટેશનમાં બે મહિના પહેલા જ મારી બદલી થઇ છે ચાર્જ સંભાળ્યા પછી દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા સતત કાર્યવાહી કરવાની સાથે નશાબંધી જનજાગૃતિના અનેક કાર્યક્રમો સ્થાનિક લોકો અને યુવાનો સાથે કર્યા છે તેમજ સર્વ સમાજના આવેદન પત્ર આપનાર સદસ્યો સાથે વાર્તાલાપ કરી સાઠંબા પંથકમાં દારૂબંધીની શખ્ત અમલવારી માટે અને નશાબંધી અંગે જનજાગૃતિ અંગે સેમીના યોજવા માટે સહયોગ આપવા આહવાન કર્યું હોવાની સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું તેમજ સર્વ સમાજના સદસ્યોને સાઠંબા પોલીસે કરેલ કામગીરીથી અવગત કર્યા હતા