35 C
Ahmedabad
Monday, May 20, 2024

વિધાનસભા ચૂંટણી : મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર મતદાન


વિધાનસભા ચૂંટણી 2023 : મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર  મતદાન શરૂ થયું છે. મધ્યપ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.

Advertisement

Advertisement

મધ્યપ્રદેશમાં 64, 626 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં 70 બેઠકો પર આ બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે જ્યારે 20 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે યોજાયું હતું. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 76.47 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Advertisement

Advertisement

મધ્યપ્રદેશમાં વિધાનસભાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે.

Advertisement

Advertisement

મધ્યપ્રદેશના આ એક તબક્કામાં થઈ રહેલા મતદાનમાં 5.60 કરોડ મતદારો ભાગ લઈ રહ્યા છે. કુલ 2,533 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 70 બેઠકો પર 1,63,14,479 મતદારો કુલ 958 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં 827 પુરૂષો, 130 મહિલાઓ અને એક અન્યના ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

Advertisement

Advertisement

પીએમ મોદીએ મધ્યપ્રદેશ ચૂંટણીને લઈ ટ્વિટ કરીને લખ્યું કે, “આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા સીટો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે, રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.”

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!