અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દિવાળી પર્વના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે મોડાસા ટાઉન પોલીસે ચાર રસ્તા નજીક રાત્રીના સુમારે ગુન્હો કરવાના ઇરાદે ચાર રસ્તા એસબીઆઈ એટીએમ ની આજુબાજુ અંધારામાં છુપાતો દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ ટીમે શહેરના માર્ગો પર શુક્રવારે રાત્રે નાઈટ પેટ્રોલિંગ હાથધરતા ચાર રસ્તા નજીક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ નજીક એક શંકાસ્પદ ઈસમ લુપાતો છુપાતો ફરતો હોવાથી પોલીસની નજર પડતા ઈસમ ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઝડપી લીધો હતો પોલીસે ઈસમની સખ્તાઈ પૂર્વક પુછપરછ કરતા જીતેન્દ્ર મંગાજી પરમાર માથાસુલીયા ગામમાં રહેતો જણાવ્યું હતું અને ગલ્લા તલ્લા કરતા તેની હરકતને પગલે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી