અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહે છે ખાસ કરીને મોડાસા-ધનસુરા-બાયડ હાઈવે તેમજ મોડાસા શામળાજી અને રાજેન્દ્રનગરથી શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતો સર્જાતા હોય છે. ખાસ કરીને મોડાસા શામળાજી હાઈવે પર બનાવેલા ગેરકાયદે કટ બંધ કરવા છતાં પણ આવા કટનો ઉપયોગ કરવામાં પણ કેટલીકવાર અકસ્માતો થવાની ઘટનાઓ થતી હોય છે. આ વચ્ચે શામળાજી સ્ટેટ હાઈવે પર કાર પલટી મારી જવાની ઘટના સર્જાઈ હતી, સદભાગ્યે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે જામપુર પાટિયા પાસે શનિવાર સાંજના 4 વાગ્યાના અરસામાં શામળાજી તરફ જઈ રહેલા કાર ચાલકે ટ્રેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પલટી જતા સર્જાયો અકસ્માત હતો. અકસ્માતમાં કારમાં સવાર પરિવાર નો આબાદ બચાવ થતા મોટી જાન હાની ટળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
જિલ્લા પોલિસ તંત્ર દ્વારા મોડાસા-શામળાજી સ્ટેટ હાઈવે પર ગેરદાયદે કટ દૂર કરવામાં આવ્યા હતા જો કે કેટલીય જગ્યાઓ પર આવા ગેરકાયદે કટ ખોલી દેવાયા છે. આવા ગેરકાયદે કટને કારણે પણ કેટલીકવાર મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.