અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા દોડાદોડી કરી રહ્યું છે ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લવારપુર ગામની સગીરાનું થોડા દિવસો પહેલા અપહરણ થતા સગીરાના પિતાએ માણસા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી લવારપુર ગામની અપહત્ય સગીરા ગંભીરપુરા ગામમાં હોવાની બાતમી ભિલોડા પોલીસને મળતા તાબડતોડ ગંભીરપુરા ગામમાં પહોંચી સગીરાને શોધી કાઢી માણસા પોલીસને સુપ્રત કરી હતી સગીરાનું અપહરણ કરનાર આરોપી કોણ..? અને સગીરા ભિલોડા તાલુકાના ગંભીરપુરા ગામમાં કઈ રીતે પહોંચી સહીત અનેક પ્રશ્નો વણઉકેલ્યા રહેતા અનેક તર્ક વિતર્ક પેદા થયા છે
ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમને માણસા તાલુકાના લવારપુર ગામની અપહત્ય સગીરા ગંભીરપુરા ગામમાં હોવાની બાતમી મળતા પોલીસ ગંભીરપુરા ગામમાં પહોંચી અપહત્ય સગીરાનો પત્તો મેળવી માણસા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી ભિલોડા પોલીસે માણસા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણના ગુન્હા નો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી