અરવલ્લી જિલ્લો હંમેશા કંઈને કંઈક ચર્ચાઓથી વિવાદોમાં રહેતો હોય છે. કોઈક વાર પોલિસ તંત્ર તો કોઈક વાર વહીવટી તંત્ર તો કોઈક વાર પંચાયત. આ વખતે છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ એવું ચગડોળે ચઢ્યું છે કે, કેટલાક લોકોને ચક્કર આવી ગયા. હવે સ્વાભાવિક છે કે ચક્કર આવ્યા એટલે તબીબ પાસે જવું પડે, તેથી તબીબ પાસે ગયા, પણ હોમિયોપેથીક તબિબોએ એલોપેથિક દવાઓ આપી, છતાં પણ માફક આવી.
છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં વિવાદ ચાલી રહ્યો છે અને ખુરશીની લાલસાએ સમગ્ર ખેલ પાર પાડવામાં આવ્યો હોવાની વાતોએ જોર પકડ્યું છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં હવે તો વાતો ઉડવા લાગી છે કે, હજુ લાલસા શેની છે
આરોગ્ય વિભાગના એક અધિકારી કે, જેને અન્ય જિલ્લામાં તગેડી મુકવામાં આવ્યા છે, જેના ઈશારે વર્તમાન આરોગ્ય અધિકારીને બદનામ કરવાનો કારસો ઘડવામાં આવતો હોવાની વાતો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, જ્યારે અન્ય જિલ્લામાંથી સમગ્ર ખેલ પાડનાર અધિકારીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હવે ધીરે-ધીરે પોતાના પર આવી પડતાં સમાધાન કરાવવા માટે દોડા-દોડી અને ફોન કરવામાં આવી રહ્યા છે ત્યારે એવું લાગ્યું કે, શેરડી ખાતા-ખાતા માંડ મજા આવીને ગાંઠ આવી ગઈ, તેવો ઘાટ સર્જાયો છે.