કાર ખરીદી કરવાના બહાને ગોડાઉનમાં કાર જોઈ ગોડાઉનમાં મુકેલી કાર ની ચાવીઓની ચોરી કર્યા બાદ ભેજાબાજ ચોરોએ કાર ચોરીની ઘટનાને અંજામ આપ્યો
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સાબર ડેરી રોડ પર આવેલ કિરણ મોટર્સના ગોડાઉનના મેદાનમાં મુકેલી ત્રણ કારની ચોરી 15 દિવસ અગાઉ ચોરી કરી કાર ચોર રફુચક્કર થઇ ગયા દિવાળી પર્વ પૂર્ણ થતા સંચાલકો અને કર્મીઓએ સ્ટોકની ગણતરી કરતા 26.97 લાખની ત્રણ ન્યુ બ્રાન્ડેડ કારની ચોરી થઇ હોવાની જાણ થતા ચોંકી ઉઠ્યા હતા અને કાર ચોરી અંગેની ફરિયાદ મંગળવારે હિંમતનગર-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી પોલીસે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં ત્રણ કાર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી શહેરના ચાર કરચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
હિંમતનગર શહેરમાં આવેલ મારુતિ સુઝુકીની ડીલરશીપ ધરાવતી કિરણ મોટર્સના ગોડાઉનમાંથી 15 દિવસ જેટલા સમય અગાઉ સીએનજી બ્રેઝા કાર કિંમત 9.24 લાખ, ગ્રે કલરની સીએનજી મારુતિ સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 7.85 લાખ અને સફેદ કલરની બલેનો ઝેટા સીએનજી કાર કિંમત રૂપિયા 9.28 લાખ મળી કુલ રૂપિયા 26.97 લાખની ત્રણ કાર ચોરી કરી કાર ચોર રફુચક્કર થઇ ગયા હતા હિંમતનગર-એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરી સીસીટીવી કેમેરા ફૂટેજ એનાલિસીસ અને બાતમીદારો સક્રિય કરી કાર ચોરી કરનાર ચાર ચોરને ચોરી કરેલ ત્રણ અને અન્ય એક ચોરીની કાર મળી કુલ ચાર કાર અને ચાવીઓ સાથે દબોચી લીધા હતા એ-ડિવિઝન પોલીસે ચારમાંથી ત્રણ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. તો કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. જ્યારે એક આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશેની માહિતી પ્રાપ્ત થઇ હતી
હિંમતનગર-એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ કાર ચોર કોણ કોણ વાંચો
1)ચિરાગ દિનેશ શાહ (રહે, અરુણ પરીખના દવાખાના સામે, વખારીયાવાડ- હિંમતનગર)
2)અર્પણ મનોજ રાવલ (રહે,32-સુખ સાગર સોસાયટી-હિંમતનગર)
3)સંજયસિંહ કિર્તીસિંહ પરમાર (રહે,તાજપુરી પ્રાથમિક શાળા નજીક – હિંમતનગર)
4)દીપક નરેન્દ્ર સુથાર (રહે,જૈનમ ગ્લાસની બાજુમાં-ધાણધા, હિંમતનગર)