32.6 C
Gujarat
Monday, August 31, 2026
Home HeadLines અરવલ્લીઃ વાત્રક નહેર સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી આવી સામેઃડાબા કાંઠાની છેલ્લી માઈનોરના...

અરવલ્લીઃ વાત્રક નહેર સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી આવી સામેઃડાબા કાંઠાની છેલ્લી માઈનોરના પાણીનો યોગ્ય નિકાલ ના કરતાં ખેડુતના પાકને વ્યાપક નુકસાન

0


અરવલ્લી જિલ્લામાં ચાલતી વાત્રક નહેર સિંચાઈ વિભાગના ખેડૂતોને સિંચાઈ કરવાનો સમય થઈ ગયો છે.
પરંતુ વિભાગના કર્મચારીઓ દ્વારા રખાતી ઘોર બેદરકારીના કારણે ડાબા કાંઠાની માઇનોર કેનાલ નંબર 2 ની છેલ્લી માઇનોર કેનાલના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ના આવતાં છેલ્લે ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ વાત્રક નહેર સિંચાઈ વિભાગની ડાબા કાંઠાની માઇનોર કેનાલ નંબર 2 માંથી છેલ્લી માઈનોર કેનાલના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ના આવતાં માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડાના ખેડૂત ખાંટ જશવંતભાઈ પુજાભાઈના ખેતરમાં ઘાસચારા માટે વાવેતર કરેલા સુંઢિયાના વાવેતરમાં પાણી ફરી વળતાં વ્યાપક નુકસાન થયાની ફરિયાદ ઊભી થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!