શહેરા
પંચમહાલ જીલ્લામાં દેવદિવાળી પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.જીલ્લાના શહેરા પંથકમાં દેવદિવાળી પર્વ ઉજવાનો વિશેષ મહિમા છે.આ દિવસે બેઢૈયા કાઢવાની અનોખી પંરપરા વર્ષોથી ચાલી આવે છે.આ બેઢૈયા ગામમા આવેલા મંદિરે મુકીને પુજન અર્ચન કરે છે.અને વર્ષ સુખમય નિવડે તેવી પ્રાર્થના કરવામા આવે છે.
પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમાં ગ્રામીણ વિસ્તારમાં દેવદિવાળી પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. આ દિવાળીને મોટી દિવાળી પણ કહેવામા આવે છે.શહેરા તાલુકાના કેટલાક ગામોમાં આ દેવદિવાળીને ભારે હર્ષોલ્લાસથી ઉજવે છે. દેવદિવાળીના દિવસે બેઢૈયા કાઢવાની એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે.બેઢૈયા એટલે એક પ્રકારનો ગરબો,જેમા માટીની માટલી ઉપર દિવો મુકવામા આવે છે. ત્યારબાદ ગ્રામજનો દ્વારા માતાજીનો જય જયકારપોકારતા ગામમા આવેલા માતાજીના મંદિરે જાય છે. અને ત્યા બેઢૈયા મુકવામા આવે છે. ત્યા પુજન કરે છે.આખુ વરસ સારુ જાય તેની પ્રાર્થના પણ કરવામા આવે છે.શહેરા તાલુકાના ઘણા ગામોમા આ પંરપરા આજે પણ વર્ષોથી ચાલી આવે છે. દેવદિવાળીના દિવસને લોકો દ્વારા ઘરઆંગણે ફટાકડા ફોડીને મનાવાયો હતો.
શહેરા તાલુકાના ગ્રામીણ પંથકમા દેવદિવાળી પર્વની ઉજવણી, ગ્રામીણ વિસ્તારમા આજે પણ બેઢૈયા મુકવાની પરંપરા યથાવત
Advertisement
Advertisement