અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ સહીત અંતરિયાળ વિસ્તારમાં આવેલ સરહદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે પાલીસોડા ગામ નજીક રિક્ષામાંથી 72 ક્વાંટરીયાનો જથ્થો જપ્ત કરી અંધારામા ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પોલીસે જાબચિતરીયા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી વસાયા ગામ નજીક પહોંચતા પાલીસોડા ગામ તરફથી આવતી રિક્ષાને અટકાવવા બ્લોક કરતા રીક્ષા ચાલક રોડ પર રીક્ષા મૂકી ખેતરમાં ભાગતા પોલીસે પીછો કરતા ડુંગર પર ચઢી ફરાર થઇ ગયો હતો પોલીસે રીક્ષાની તલાસી લેતા ડ્રાઇવર સીટ નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા નંગ- 72 કીં.રૂ.28800/- તથા રીક્ષા મળી રૂ.1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે