અરવલ્લી જીલ્લાના માલપુર નગરમાં એક સપ્તાહ પહેલા માલપુર પોલીસ સ્ટેશન નજીક પુરપાટ ઝડપે પસાર થતા બાઈક ચાલકે રોડ પરથી પસાર થતા રાહદારી આધેડને અડફેટે લેતા આધેડના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું બાઈક ચાલક અને બાઈક પાછળ બેઠેલ યુવક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા 8 દિવસ સુધી જીંદગી સામેના જંગમાં બંને આશાસ્પદ યુવકોનું મોત થતા માલપુર નગરમાં ભારે શોકની લાગણી છવાઈ હતી અકસ્માતમાં મોત નો આંક ત્રણ પર પહોંચ્યો હતો માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
માલપુરમાં રહેતા કુલદીપ વાઘેલા અને પંકજ વાઘેલા નામના બંને યુવકો એક સપ્તાહ અગાઉ બાઈક લઇ કામકાજ અર્થે બજારમાં નીકળ્યા હતા માલપુર પોલીસ સ્ટેશન સામે બાઈક ચાલક યુવકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી પસાર થતા રાહદારીને ધડાકાભેર ટક્કર મારતા રાહદારી સહીત બંને યુવકો રોડ પર પટકાયા હતા જેમાં રાહદારી આધેડના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતમાં ઈજાગ્રસ્ત કુલદીપ અને પંકજ વાઘેલા નામના યુવકોને માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી બંને યુવકોની સ્થિતિ ગંભીર જાણતા પરિવારજનોએ બંને યુવકોને તાબડતોડ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયત્નો છતાં સારવાર કારગત નહીં નિવડતા બંને યુવકોએ દમ તોડી દેતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી માલપુર નગરમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો