દેશના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી ગયાં છે. જેમાં ત્રણ રાજ્યમાં ભાજપની સરકાર બનશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવતાં આતશબાજી કરી હતી.ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત હોવાનું જણાવ્યું હતું તેમજ આ ત્રણેય રાજ્યની વિકાસની ગતિને વેગવાન બનાવવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. જેમાં ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતીથી વિજય મળ્યો છે. પાર્ટીની મોટી જીતને લઇ મોડાસા શહેરના ચાર રસ્તા પર ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને એકબીજાના મો મીઠા કરાવી ભારત માતાકી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા મોડાસા શહેર સહીત બાયડ,ભિલોડા, ધનસુરા,માલપુર અને મેઘરજમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાં થયેલી જીતનો આનંદ વ્યક્ત કરતાં ભવ્ય આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા