બીમારીના સમયે ડોકટર એટલા માટે યાદ આવે કારણ કે બીમાર દર્દી ને ડોકટર માં ભગવાન દેખાય છે ને એક વિશ્વાસ હોય છે કે આ ડોકટર મારી બીમારી દૂર કરશે. ત્યારે અરવલ્લી માં બીમાર દર્દીઓને સજા કરવાને બદલે બીમાર પાડી દે તેવા અનેક નકલી ડોક્ટરો બોગસ દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે ટીંટોઈ નજીક સુનોખ ગામના બ્રિજ નજીક ગુરૂકૃપા ક્લિનિક ચલાવતા નકલી તબીબને એસઓજી પોલીસે 6 હજારથી વધુના એલોપેથિક દવાઓના જથ્થા સાથે ઝડપી લીધો હતો
અરવલ્લી જીલ્લા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ કે.ગોહિલ અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક ઓવરબ્રિજ પાસે ભરત જવાનજી ચૌહાણ (રહે,જાલીયા)નામનો શખ્સ નકલી તબીબ બની ગુરૂકૃપા ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બાતમી આધારિત ક્લિનિક પર રેડ કરી બીમાર દર્દીઓને એલોપેથિક સારવાર કરતા ભરત ચૌહાણને દબોચી લીધો હતો
આ નકલી ડોકટરના ક્લિનિકમાંથી 6 હજારથી વધુની કિંમતની જુદી જુદી દવાઓ, ઇન્જેકશન, ગ્લુકોઝના બોટલો, એક થેલામાં ડોકટરી પ્રેકટીસ કરવા માટેના સાધન-સામગ્રી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેટલાક બોગસ તબીબો બિન્દાસ્ત નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.