મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની આંખ નીચે વિદેશી દારૂના વેપલાનો એલસીબી પોલીસે પર્દાફાશ કરતા રૂરલ પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
કાબોલા પંથકમાં વિદેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનું જગજાહેર છેAdvertisementAdvertisement
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને સૂચન કરતા દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી મડાસણા કંપાની સીમમાં આવેલ ખેતર ના સેઢે ગવારસીંગના કાપેલ પાકની નીચે સંતાડેલ 38 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે કાબોલા ગામના બુટલેગર જસાજી ઉર્ફે અરવિંદ ખાંટને ઝડપી પાડી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અજાણ્યા શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા મડાસણા કંપાની સીમમાં કાબોલા ગામનો જસાજી ઉર્ફે અરવિંદ કેશાજી ખાંટ નામનો બુટલેગર ખેતર ગીરવે રાખી ખેતીની આડમાં દારૂ સંતાડી રાખતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બાતમી આધારિત ખેતરમાં રેડ કરતા બુટલેગર ખેતરમાં દોટ લગાવતા પોલીસે પીછો કરી ઝડપી પાડી ખેતરના શેઢે ગવારસીંગના કાપેલ પાક નીચે સંતાડી રાખેલ વિદેશીદારૂની બોટલ-ટીન નંગ-256 કીં.રૂ.38550/-નો જથ્થો જપ્ત કરી જસાજી ઉર્ફે અરવિંદ કેશાજી ખાંટને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ મોબાઈલ ધારક અજાણ્યા ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી