ભિલોડા,તા.૧૫
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર ગામમાં જેટ્કો નું ૨૨૦ કે.વી. નું સબ સ્ટેશન મંજુર થયેલ હોય ત્યારે જેટ્કો ના અધિકારીઓ ધ્વારા સબ સ્ટેશન બનાવવા માટે પોલીસ કાફલા સાથે કામગીરી હાથ ધરાઈ હતી.ખુમાપુર ગામમાં ૨૨૦ કે. વી. ના સબ સ્ટેશન સંદર્ભે પ્રચંડ વિરોધ પ્રદર્શન જાગૃત ગ્રામજનોએ કર્યો છે.સબ સ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવા જાગૃત ગ્રામજનોની બુલંદ બળવત્તર માંગ છે.ખુમાપુર ગામમાં તૈયાર થનાર ૨૨૦ કે.વી. ના સબ સ્ટેશન નો ગ્રામજનો દ્વારા જોરશોર થી વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેટ્કોના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સબ સ્ટેશનની કામગીરી શરૂ કરાતા વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ખુમાપુર ગામમાં ૨૨૦ કે.વી નું સબ સ્ટેશન મંજુર થયેલ હોય જેટ્કોના અધિકારીઓ ધ્વારા કામગીરી હાથ ધરાઈ છે.ભિલોડા પોલીસ સ્ટેશનના કાફલા સાથે સબ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરી છે.
જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે, મંજુર થયેલ જેટ્કો નું ૨૨૦ કે.વી. સબ સ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવા ગ્રામજનોની બુલંદ માંગણી પ્રવર્તી છે.મંજુર થયેલ ૨૨૦ કે.વી. નું સબ સ્ટેશન અન્યત્ર જગ્યાએ નહીં ખસેડાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, આગામી ચુંટણી દરમિયાન મતદાન નો બહિષ્કાર કરીશું તેવી ચીમકી જાગૃત ગ્રામજનોએ ઉચ્ચારી હતી.