ખાનગી શાળા ઓ માં પોતાના બાળક ને ભણાવવા માટે ની હોડ વચ્ચે દાહોદ ના ડીડીઓ ઉત્સવ ગૌતમ એ પોતાના બાળક ને સરકારી આંગણવાડી માં પ્રવેશ અપાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકો ને સરકારી આંગણવાડી નો લાભ લેવા અપીલ કરી
સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજ ના જમાના માં પોતાના બાળક ના અભ્યાસ માટે મોંઘી ફી ફરી ખાનગી શાળા ઓ અથવા પ્લે સેન્ટર માં પ્રવેશ અપાવતા હોય છે પરંતુ દાહોદ ના ડીડીઓ ઉત્સવ ગૌતમ એ પોતાના દીકરા માધવન ને આજે દાહોદ ની છાપરી સ્થિત 6 નંબર ની આંગણવાડી માં પ્રવેશ અપાવ્યો હતો પોતાની ઓફિસ જતાં પહેલા ડીડીઓ બાળક ને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં આંગણવાડી વર્કર દ્રારા બાળક ને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો ડીડીઓ ઉત્સવ ગૌતમ નું કહેવું છે સરકાર દ્રારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળા ઓ માં સારુ શિક્ષણ મળે તે માટે નું આયોજન કરવામાં આવ્યુ છે અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકો ને રમત ગમત અને શિક્ષણ ની સાથે પૌષ્ટીક આહાર ની પણ સગવડ સરકાર દ્રારા કરવામાં આવી છે તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળા નો લાભ લેવો જોઈએ એકબીજા ની દેખાદેખી માં ખાનગી શાળા ઓ તરફ દોટ મુક્તા વાલીઓ ને ડીડીઓ ઉત્સવ ગૌતમ એ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકો ને સરકારી લાભ લેવા માટે પણ આપી કરી હતી