મધ્યપ્રદેશના રતલામથી 7 મહિના અગાઉ થયેલ યુવકનું તેની માતા સાથે મિલન કરાવતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં હર્ષના આંસુ સાથે કરૂણ દ્રશ્ય
મેઘરજના પત્રકાર આશિષ વાળંદની નજર કડકડતી ઠંડીમાં થથરતા યુવક પર પડીને દિલ દ્રવી ઉઠ્યું અન્ય પત્રકારો અને પોલીસના સહયોગ લીધો
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર માનવતા મહેકાવી રહી છે જીલ્લાના પત્રકારો સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે પોલીસ અને પત્રકારોના સુગમ સમન્વયથી મધ્યપ્રદેશની એક વિધવા માતાનો સહારો એવા ગુમ પુત્રનું માતા સાથે સાત મહિના પછી મિલન કરાવતા મેઘરજ નગરમાં પોલીસ અને પત્રકારોની કામગીરીની લોકોએ સરાહના કરી હતી
મેઘરજ નગરમાં ઠંડીમાં રાત્રીના સુમારે એક યુવક ધાબળો ઓઢી નિઃસહાય હાલતમાં બેઠેલો જોવા મળતા પત્રકાર આશિષ વાળંદે યુવકનું નામ પૂછતાં દિનેશ ગૌતમ નિનામા હોવાનું અને એમપીના રતલામ શહેરનો હોવાનું જણાવતા યુવકને મદદ કરવાનું નક્કી કરી અન્ય પત્રકાર રહીમ ચડી,જયદીપ ભાટિયા અને મહેશ પ્રજાપતિને જાણ કરતા ચારે પત્રકાર મિત્રો યુવકને નાસ્તો કરાવી શાંત્વના આપી સોશ્યલ મીડિયામાં ન્યુઝ પ્રસિદ્ધ કરવાની સાથે મેઘરજ PSI વી.જે.તોમરનો સંપર્ક કરી યુવક અંગે જાણ કરતા તેમની ટીમ સાથે યુવક પાસેથી પરિવાર અને અડ્રેસની જાણકારી મેળવ્યા બાદ મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરી યુવકના ફોટો સોશ્યલ મીડિયા મારફતે મોકલી આપતા મધ્યપ્રદેશ પોલીસે યુવકની માતા શોધી કાઢી તેમનો ગુમ પુત્ર ગુજરાતના અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનમાં સલામત હોવાની જાણ કરતા યુવકની માતાએ હાશકારા સાથે મેઘરજ પોલીસ સ્ટેશનમાં દોડી આવી હતી
મેઘરજ પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશના રતલામ પંથકમાંથી દોડી આવેલ માતાએ પોતાના વ્હાલાસોયા છેલ્લા સાત મહિના થી પરિવારથી વિખુટા પડેલા પુત્ર સાથે મીલન થતા સાત માસ બાદ માતાએ પુત્ર નો અને પુત્રએ માતા નો અવાજ સાંભળતા પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને મધ્ય પ્રદેશ પોલીસ અને પરિવારજનો વિખુટા પડેલ યુવાનને લેવા માટે તાત્કાલિક મેઘરજ પોહચી વિખુટા પડેલ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ હતી અને પરિવારજનોએ સરાહનીય કામગીરીમાં મદદ કરનાર પત્રકાર જયદીપભાઈ ભાટિયા, મહેશભાઈ પ્રજાપતિ,આશિષભાઇ વાળંદ,કોન્સ્ટેબલ મિતુલ ચૌધરી, ટીઆરબી ભવન ડામોર, રાકેશભાઈ સહીત મેઘરજ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા