લુણાવાડા
મહીસાગર જિલ્લામાં અંદાજિત ૩.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા એસ. ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ, ૨૫ નવી એસ ટી બસને લીલી ઝંડી અને બાલાસિનોર ખાતે અંદાજિત ૧૦૨૪.૯૪ લાખના ખર્ચે કક્ષા બી -૫૬ તથા ડી-૦૨ પોલીસ આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નવી ૨૫ બસ થકી આ વિસ્તારના નાગરિકોના સેવામાં વધારો થશે અને ખાસ કરી યુવાન વિદ્યાર્થી કે જેઓ રોજ બસમાં મુસાફરી કરી પ્રવાસે જતા હોય છે તેઓને પ્રવાસમાં સરળતા રહેશે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા ૧૨૦૦ થી વધારે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આવનારા ૧૦ મહિના સુધી દર મહિને ૨૦૦ બસો લોકોની સેવા માટે ઉપલબ્ધ કરાશે. આ દરેક બસને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે માટે જ્યાં ત્યાં કચરો ફેકી ગંદકી ફેલાવવી ના જોઈને અને સ્વચ્છતા રાખી સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું જોઈએ.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, બાલાસિનોર ખાતે પોલીસ આવાસો નવીન બનેલ મકાનોમાં જે લોકોને પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ સૌ લોકો સરકારી ઘર નહિ પણ પોતાના સપનાનું ઘર સમજી પોતાનું ઘર હોઈ તેમ સ્વચ્છ રાખે એવો અનુરોધ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે ગુજરાતની શાંતિ, સુરક્ષા અને કાયદાના રક્ષક એવા પોલીસ કર્મીઓ તથા તેમના પરિવારોને ઉત્તમોત્તમ આવાસ સુવિધા મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્ણ રીતે કાર્ય કરી રહી છે. રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને હિત માટે સતત તૈનાત એવા આપણા કર્મીઓ અને તેમના પરિવારોની સુખાકારી અને કલ્યાણ વિચારવું એ રાજ્ય સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે .
શિક્ષણ મંત્રી, ગૃહરાજ્ય મંત્રી, ઉપસ્થિત સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લાના ટોચના અધિકારીઓ સહિત સો દ્વારા 25 નવી બસોને લીલીઝંડી મળ્યા બાદ તેમાંની જ એક બસમાં બેસી એક ટુંકી મુસાફરી કરવામાં આવી હતી જે દરમ્યાન રસ્તામાં અચાનક જ ગૃહ રાજ્યમંત્રી દ્વારા બસને ચાની લારી પર થોભાવી એક સામાન્ય જનની માફક ચાની ચુસ્કી સાથે ઉપસ્થિત સર્વે સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાસંદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટરભાવિન પંડ્યા, રેન્જ આઈ જી આર. વી. અસારી, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા,અગ્રણી દશરથભાઈ બારીયા, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, પોલીસ અને એસ ટી વિભાગના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
લુણાવાડા- બાલાસિનોર ખાતે પોલીસ આવાસોનુ લોકાપર્ણ તેમજ લુણાવાડા એસ. ટી ડેપો- વર્કશોપ ખાતેથી નવીન ૨૫ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી
Advertisement
Advertisement