ભિલોડા,તા.૩૦
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોરડા અચલેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર ભુમિના સાંનિધ્યમાં શ્રી યોગીશ્વર સેવાધામમાં તા.૩૧-૧૨-૨૦૨૩ ને રવિવારના રોજ શ્રીજીધામ સંસ્થાન (સાયન્સ સીટી સામે, અમદાવાદ) તરફથી દિવ્ય શાકોત્સવ ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે.સેવાધામના નૂતન સભા ભવનના વાસ્તુ નિમિત્તે મહાપુજા, ધુન, બીજમંત્રપાઠ, વાર્તામૃતની સમુહપરાયણ નો ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે.હરિભકતો સહિત ધર્મ પ્રેમી ભાવિક ભક્તોએ શુભ અવસરે દર્શન, કથાવાર્તા, સત્સંગનો અલભ્ય લેવા લેવા સર્વે હરિભકતોને ભાવભીનું હાર્દિક આમંત્રણ છે.
ટોરડા શ્રી યોગીશ્વર સેવા-સમિતિના સર્વે આયોજકો અને સંતોએ જણાવ્યું કે, સમગ્ર ધાર્મિક કાર્યક્રમની રૂપ રેખા સવારે ૮ થી ૯ દરમિયાન મહાપુજા, નગરયાત્રા, સવારે ૯ થી ૧૦ દરમિયાન ધુન, વાર્તામૃત, સમુહપરાયણ, સવારે ૧૦ થી ૧૨ દરમિયાન કથાવાર્તા, સત્સંગ, ભજન અને ભોજન મહા પ્રસાદ નો સામુહિક કાર્યક્રમ યોજાશે તેમ હરિભકતોએ જણાવ્યું હતું