બાયડ તાલુકાના ડેમાઈ ગામમાં આવેલ અંબિકા ઓઇલ મીલના ગોડાઉનમાંથી 1.70 લાખના 70 કટ્ટા સોયાબીનની ચોરી થતા ડેમાઈ માર્કેટયાર્ડના વેપારી ફિરોઝભાઈ વ્હોરાએ બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે ગણતરીના કલાકોમાં સોયાબીન કટ્ટા ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી નાખી 6 આરોપીઓને દબોચી લઇ 39 કટ્ટા સોયાબીન અને ચોરીના ગુન્હામાં વપરાયેલ ત્રણ વાહનો મળી રૂ.13.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
બાયડ પ્રોબેશનલ પીઆઈ એસ.ડી.ગિલવા અને તેમની ટીમે ડેમાઈનો અંબિકા ઓઇલમીલના ગોડાઉનમાંથી સોયાબીનના કટ્ટાની ચોરી અંગેનો ગુન્હો નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરી ટેક્નિકલ એનાલિસિસ
હ્યુમન રીસોર્સીસ અને સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે સોયાબીનના કટ્ટા ની ચોરી કરનાર 1)જગદીશ મંગા પરમાર (રહે,ડેમાઈ) ,2)વિનોદ ઉર્ફે કાળીયો ભાથી પરમાર,3)ભરતસિંહ બુધા પરમાર,4)પ્રવિણસિંહ ઉર્ફે જાડિયો (ત્રણે,રહે.ખટાળીયા) ,5)મહેશ રાયભનસિંહ સોલંકી (રહે,ગોરપુરા,મૂળ રહે.નાગાના મઠ) અને 6) અરવિંદ દિલીપ બારીયા (રહે,ગુંદેલા,બાલાસિનોર)ને ઝડપી પાડી સોયાબીન કટ્ટા ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ટ્રેકટર, પીકઅપ ડાલુ અને અર્ટિગા કાર અને સોયાબીન કટ્ટા નંગ-39 મળી કુલ.રૂ.1395625/-નો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી