અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે સ્પેશિઅલ ઓપરેશન ગ્રુપને જીલ્લામાં કે જીલ્લા બહાર ગુન્હામાં સંડોવાયેલ નાસતા-ફરતા જીલ્લાના આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપતા એસઓજી પોલીસે બાતમીદારો સક્રિય કરતા ગાંધીનગર જીલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી મહેન્દ્ર મનાતને મેઘરજના નવાગામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ગાંધીનગર જીલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી મહેન્દ્ર ઉર્ફે પપ્પુ કાળુ મનાત છેલ્લા બે વર્ષથી ગાંધીનગર પોલીસને હાથતાળી બુટલેગર તેના ઘરે નવાગામ(મેઘરજ) હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ બુટલેગર મહેન્દ્ર ઉર્ફે પપ્પુ મનાતના ઘરે ત્રાટકી ઘર કોર્ડન કરી દબોચી લેતા આરોપી ચોંકી ઉઠ્યો હતો બુટલેગરની અટકાયત કરી રખિયાલ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી