અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર બુટલેગરો,અસામાજીક તત્ત્વો અને ઘરફોડ ચોર ગેંગને ઝડપી પાડવા સઘન પેટ્રોલિંગ હાથધરી સતત દોડાદોડી કરી રહી છે એસઓજી પોલીસની સતર્કતાથી મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં લૂંટ-ધાડ ની મોટી ઘટના અટકી હતી મોડાસા ચાંદટેકરી વિસ્તારના ચાર કુખ્યાત ઘરફોડ ચોર ધાડ-લૂંટ માટે ઝાયલો કારમાં ભેરુંડા સર્કલ પર ઉભી હોવાથી એસઓજી પોલીસને જોઈ ફિલ્મીઢબે ઝાયલો હંકારતા રોડ નજીક ડિવાઈડર સાથે ભટકતા ગાડી સ્થળ પર મૂકી અંધારામાં ફરાર થઇ જતા પોલીસે ઝાયલોમાંથી લૂંટ-ધાડ માટેના સાધનો જપ્ત કરી ચારેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એસઓજી પીએસઆઇ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ હાથધરી ભેરુંડા સર્કલથી રાણાસૈયદ બાયપાસ રોડ પર શંકાસ્પદ ઝાયલો કાર જોવા મળતા એસઓજી પોલીસ ઝાયલો કાર પાસે પહોંચે તે પહેલા લૂંટ-ધાડ કરવા નીકળેલ ત્રણ કુખ્યાત ઘરફોડ ચોર ઝાયલો કાર ફુલસ્પીડે હંકારતા ઝાયલો કાર રોડ સાઈડ રહેલ ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાઈ ઉભી રહી જતા ઝાયલો કાર ચાલક 1)આરીફ ખ્યાલી મુલતાની અને તેના સાગરીત 2)સાદિક લૂલિયો મુલતાની,3) અસલમ મુલતાની અને અન્ય એક શખ્સ અંધારામાં ફરાર થઇ જતા પોલીસે ઝાયલો કારમાંથી ઘરફોડ ચોરી અને લૂંટમાં વપરાતા સાધનો જપ્ત કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચારે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લા એસઓજી પોલીસની સતર્કતાથી જીલ્લામાં મોટી ઘાટ ટળી હતી