અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા લીલછા છાપરાના જગદીશ ભગોરાને ભિલોડા બજારમાંથી દબોચી લીધો હતો એસઓજી પોલીસે અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર રાજસ્થાનના બુટલેગર દેવીલાલ કલાલને મોડાસા શહેરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે બાતમીના આધારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુન્હામાં સંડોવાયેલ ફરાર આરોપી જગદીશ ઉર્ફે જગા ધુળાભાઈ ભગોરાને ભિલોડા બજારમાંથી ઝડપી પાડી ભિલોડા પોલીસને સોંપી દીધો હતો અરવલ્લી SOG પીએસઆઇ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે અમદાવાદ અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુન્હાનો આરોપી બુટલેગર દેવીલાલ સંપતલાલ કલાલ (રહે,શિવપુર-ભીલવાડા,રાજ) મોડાસા શહેરમાંથી બાતમીના આધારે ઝડપી પાડી અટકાયત કરી અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી