અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર ઉત્તરાયણ પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે પ્રજાજનોની સલામતી અને સુરક્ષાની સતત ચિંતા કરી હતી મોડાસા ટાઉન પોલીસની ઉમદા અને માનવતા ભરી કામગીરી જોવા મળી હતી 5 વર્ષીય પરિવારથી વિખૂટું પડેલ બાળક ટાઉન પોલીસને મળી આવતા પોલીસે સોશ્યલ મીડિયાનો સહારા સાથે બાળકના પરિવારને શોધી કાઢવા શહેરમાં શોધખોળ હાથધરી ગણતરીના કલાકોમાં સાંઈ મંદિર નજીકથી માતા-પિતા શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા બાળક અને તેના માતા-પિતા ખુશીથી ઝુમી ઉઠ્યા હતા
માલપુર ગામની મહિલા તેના 5 વર્ષીય બાળક સાથે શનિવારે મોડાસા શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ખરીદી કરવા આવી હતી સાંઈ મંદિર નજીક માતાથી 5 વર્ષીય બાળક વિખૂટું પડતા ટાઉન પોલીસની પીસીઆર વાનને મળી આવતા ટાઉન પોલીસ સ્ટેશન લાવી PI ડી.કે.વાઘેલાએ બાળકને હૂંફ આપી ટાઉન પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ હાથધરી હતી શી ટીમે બાળકનું કાઉન્સલીંગ કરતા બાળક તેના માતા પિતા સાથે માલપુરમાં રહેતો હોવાનું જણાવતા સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો પોલીસે બાળક સાંઈ મંદિર નજીકથી મળી આવતા એક ટીમ સાંઈ મંદિર વિસ્તારમાં બાળકના માતા-પિતાની શોધખોળ હાથધરતા બાળકને શોધતી બેબાકળી બનેલી માતા મળી આવતા બાળકનું કાઉન્સલીંગ કરી તેના માતા-પિતા સાથે મિલન કરાવતા આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા હતા અને ટાઉન પોલીસની કામગીરીની સરાહના કરી હતી