અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપલાને અટકાવવા પતંગ સ્ટોર્સ અને સ્ટોલ પર સઘન ચેકીંગ હાથધરી મોતની દોરીના વેપલાને અટકાવવા છેલ્લી ઘડી સુધી કમરકસી છે જીલ્લા એલસીબી પોલીસે ડેમાઈ ગામમાંથી 41 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે એક વેપારીને ઝડપી લીધો હતો ટીંટોઈ પોલીસે ઘરમાં મોતની દોરી વેચાણ કરતા એક શખ્શને 26 ફીરકી સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ડેમાઈ ગામમાં
જયેશ હસમુખલાલ શાહ નામનો વેપારીએ ઘરમાં ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો સંતાડી વેપલો કરતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ જયેશ શાહના ઘરે ત્રાટકી ઘરની તલાસી લેતા ઘરમાં પ્લાસ્ટિક થેલીમાં સંતાડી રાખેલ ચાઇનીઝ દોરીની 41 ફીરકી કીં.રૂ.20500/-નો જથ્થો જપ્ત કરી મોતની દોરી વેચાણ કરતા આરોપીને દબોચી લઇ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ પર રોક લગાવવા દુકાન અને સ્ટોલમાં ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા સરકારી દવાખાના પાછળ રહેતો ભવાન કચરાભાઈ રાવળ ઘરમાં ચાઈનીઝ દોરીનો વેપલો કરતો હોવાની બાતમી મળતા મોતના સોદાગરના ઘરે રેડ કરી ઘરમાંથી ઘાતકી ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-26 રૂ.7800/- નો જથ્થા સાથે ઝડપી પાડી ઇપીકો કલમ-188 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી