ભિલોડા,તા.૧૩
Advertisement
ભિલોડા ભારત વિકાસ પરિષદ દ્વારા ભુતાવડ છાપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૫૦ વિદ્યાર્થીઓને સ્વેટર અને પતંગ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા – પ્રમુખ – પ્રણવભાઈ પંચાલ, મંત્રી વસંતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, રામઅવતારજી શર્મા, હર્ષદભાઈ સોની, મુકેશભાઈ પંચાલ, મહિપતસિંહ રાઠોડ, ભરતભાઈ પ્રજાપતિ, બીપીનભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પંચાલ સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.ભુતાવડ છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ પરીવાર અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ દરમિયાન સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
Advertisement
Advertisement