બે મકાનમાંથી ત્રણ પાસપોર્ટ અને રૂા. ૪૧.૪૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો રફુચક્કર ગ્રામ્ય પોલીસને ખુલ્લો પડકાર
ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો ઘરમાં પણ ઠુંડવાઈ જતાં હોય છે ત્યારે તસ્કરો પોતાની તરકીબ અજમાવી લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરી, માલમત્તા નુકસાન કરી અવનવા હાથ કંડા આપના વતા હોય છે. ત્યારે એવીજ એક ઘટના એક બંગલોમાં બનવા પામી હતી.
હિંમતનગરના સવગઢ ગામના સુકુન બંગ્લોઝના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશી એક મકાનમાંથી પત્ની, દિકરા અને દિકરીના ત્રણ પાસપોર્ટ તેમજ અન્ય એક મકાનમાંથી રોકડ અને દાગીના સહિત કુલ રૂા.૪૧,૪૦૦ની માલમત્તા ચોરી પલાયન થઈ જતા ઘરફોડ ચોરી મામલે હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રહીશે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
ઘરફોડ ચોરીની ઘટના અંગે સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સવગઢના સુકુન બંગ્લોઝમાં રહેતા ઈર્શાદ અહેમદ સાબુગરના મકાનનો મેઈન ગેટ ખોલી કોઈ તસ્કરે બેડરૂમમાં આવેલા લાકડાના કબાટના લોકરમાં મુકેલ પત્ની રીજવાનાબેનનો તેમજ દિકરી નોરીન સાબુગર અને દિકરા બિલાલ સાબુગરના ત્રણ ઓરીજનલ પાસપોર્ટ ચોરી ગયા હતા. તદ્દઉપરાંત તસ્કરે અલીમોહંમદ ફકીરના ઘરમાંથી રૂા. ૩૫ હજારની રોકડ તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂા.૪૧,૪૦૦ની માલમત્તા ચોરી ભાગી છુટયા હતા. ઘરફોડ ચોરીની ઘટના સંદર્ભે ઈર્શાદ અહેમદ સાબુગરે મંગળવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે.