બાયડ નગરમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમી રહેલા જુગારીઓ પર ત્રાટકી બાયડ પોલીસે ચાર શકુનિઓને રંગેહાથ ઝડપી પાડયા છે જ્યારે એક શકુનિ નાસી છુટવામાં સફળ થયો હતો.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડમાં તુલસીકુંજ સોસાયટી બાજુ જવાના માર્ગે ખુલ્લી જગ્યામાં ગંજીપાના નો જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે બાયડ પોલીસે દરોડો કરતો સ્થળ પરથી જુગારના સાહિત્ય સાથે (૧) ડાહ્યાભાઈ ધનજીભાઈ વાઘેલા મુળ રહે. બોટાદ હાલ રહે. બાયડ (૨) કાન્તિભાઈ મુળાભાઈ વણકર રહે. દખણેશ્વર તા બાયડ (૩)લક્ષ્મણભાઈ કાળાભાઈ ખાંટ રહે. વસાદરા તા. બાયડ ( ૪) કિરણભાઈ ગીરધરભાઈ વણકર રહે. તુલસીકુંજ સોસાયટી, બાયડ જ્યારે પાંચમો આરોપી રવિકુમાર રમેશભાઈ વણકર રહે. તુલસીકુંજ સોસાયટી, બાયડ ફરાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો બાયડ પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય સાથે રોકડ, મોબાઈલ, બાઈક મળીને કુલ રૂપિયા ૩૦,૫૯૫/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.