ગુજરાત સહિત દેશભરમાં 26 જાન્યુઆરીએ 75માં પ્રજાસત્તાક
દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે 75માં પ્રજાસત્તાક પર્વમાં
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ અને 15 પોલીસ અધિકારી કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વડોદરા પોલીસની પીસીબી શાખામાં ફરજ બજાવતા અને અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામ ના PSI શૈલેષ પટેલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
75મા પ્રજાસત્તાક દિવસ ની સમગ્ર ગુજરાત અને ભારત મા ઉજવણી કરવામા આવી હતી 2024ના પ્રજાસત્તાક દિવસ પ્રસંગે ગુજરાત રાજય પોલીસ દળના 18 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો તથા 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 16 પ્રશંસનીય સેવાના પોલીસ ચંદ્રકો એનાયત થયા હતા જેમા અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દરા ગામના વતની અને વડોદરા પી. સી. બી મા ફરજ બજાવતા બિન હથિયારી પો.સ.ઇ શ્રી શૈલેષકુમાર રામાભાઈ પટેલ ને પ્રશંસનીય ચંદ્રક મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થતા અરવલ્લી જીલ્લા નું ગૌરવ વધારેલ છે. પ્રશંસનીય ચંદ્રક મેળવવા મળતા સૌ પોલીસ પરિવાર, પરિવારજનો અને મિત્રો એ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.