અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા જીલ્લા પોલીસતંત્ર સઘન પેટ્રોલિંગ હાથધરી બાતમીદારોના સહારે ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવવામાં મહદંશે સફળ રહી છે જીલ્લા એસઓજી પોલીસે વાંટડા ટોલપ્લાઝા નજીક લકઝરી બસમાંથી બે શખ્શોને 43 લાખથી વધુની ચાંદીના બિસ્કિટની શંકાસ્પદ રીતે હેરાફેરી કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એસઓજી પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે બુધવારે રાત્રીના સુમારે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર પેટ્રોલિંગ હાથધરી શામળાજી તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસમાં બાંસવાડાના બે શખ્સો મોટા પ્રમાણમાં ચાંદીના બિસ્કિટની હેરાફેરી કરી ગુજરાતમાં ઘુસાડી રહ્યા હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત લકઝરી બસ આવતા અટકાવી મુસાફરોની તલાસી લેતા બે મુસાફરો પાસેની કાળા કલરની બેગમાંથી 62.161 કિલોગ્રામના 128 ચાંદીના ચોરસા (બિસ્કિટ) કીં.રૂ.4377523/-નો જથ્થો જપ્ત કરી બિલ વગર શંકાસ્પદ રીતે ચાંદીની હેરાફેરી કરી રહેલા રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના આશિષ રકિયા પટેલ અને રવિન્દ્ર સિંહ ભોપાલ સિંહ ચૌહાણ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી