રાજપીપળા,
દેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને વનવિભાગ દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ બાદ જેલમાં જવુ પડયુ હતુ. આખરે સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન મંજુર થતા તેઓ રાજપીપળા ખાતે આવેલી જીતનગર જેલમાંથી બહાર આવ્યા હતા.જેલમાંથી બહાર આવતા તેમના સમર્થકો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. મિડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે મને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવામા આવ્યા છે. અમે કોર્ટે આપેલા શરતીજામીનનુ પાલન કરીશુ.
નર્મદા જીલ્લાના દેડિયાપાડા વિધાનસભાના બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો જેલવાસ પુરો થયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન આપ્યા છે.ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને રાજપીપળા પાસે જીતનગર ખાતે આવેલી જીલ્લા જેલ ખાતેથી બહાર આવતા આમ આદમી પાર્ટીના તેમજ આદિવાસી સમાજના સમર્થકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ કે મને અને મારા પરિવારને પણ રાજકીય ષડયંત્રમા ફસાવ્યા હતા. મારા પત્ની શંકુતલા બેન જેલમા છે. અમે ગુજરાતની પ્રજા અને આદિવાસી સમાજ માટે બોલીયે છે.નર્મદાના પુર વખતે અમે બોલ્યા છે. આદિવાસીઓની જમીનો જાય છે તેની માટે બોલીયે છે,યુવાનો અને શિક્ષીત બેરોજગારો માટે બોલીયે છે.જે ભાજપ સરકારને ગમતુ નથી. જળ,જંગલ અને જમીન આદિવાસીની છે.વન અધિકાર અધિનિયમ 2006 અંતગર્ત અમને દાવા હક મળેલા છે જે જમીન અમે ખેડીએ છે. જેમને સનદ મળ્યા નથી.તેના માટે અમે લડીશુ.
તેમને ભરુચ લોકસભાની ચુટણીને લઈને પ્રતિક્રિયા આપતા ઉમેર્યુ હતુ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કહેતા હોય તો અમે ભરુચ લોકસભાની ચુટણી લડીશુ, અને જંગી બહુમતીથી જીતીશુ.અમે મજબુત ઉમેદવાર પણ છે. ભાજપે સામ દામ દંડ ભેદની બધી નીતી અપનાવી હશે. હુ આદિવાસી સમાજમાથી આવુ છુ,બિરસામુંડાના અમે વંશજો છે.અંગ્રેજોને અમે હફાવ્યા હતા. અમે ભાજપથી નમવાના નથી અમે પુરી તાકાતથી ભાજપ સામે લડીશુ. તેમના પર થયેલા કેસ મામલે પોલીસે અને ભાજપે ઉપજાવેલી કાઢેલી વાર્તા હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતે હાલ ભરુચ અને નર્મદા જીલ્લામાં તેમના રહેવાનો પ્રતિંબધ હોવાથી ગાંધીનગર ખાતે રહવાનો હોવાનુ જણાવ્યુ હતુ.પોતે ગુજરાત વિધાનસભામા સત્રમા ભાગ લેશે. ચૈતર વસાવાને સમર્થન કરવા મોટી સખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. તેમના સમર્થકો દ્વારા દેખો દેખો કોન આયા આદિવાસી શેર આયા, જય જોહાર ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો