30.7 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બુટલેગરોની પુષ્પા સ્ટાઇલ ફેઈલ કરતી શામળાજી પોલીસ , ટ્રકમાં લાકડાની...

અરવલ્લી : બુટલેગરોની પુષ્પા સ્ટાઇલ ફેઈલ કરતી શામળાજી પોલીસ , ટ્રકમાં લાકડાની નીચે સંતાડેલ 4.08 લાખનો દારૂ ઝડપ્યો

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની પ્રોહીબીશનની શખ્ત અમલવારીની સૂચનાને પગલે પોલિસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો જીલ્લાના વિવિધ માર્ગ પરથી
ટ્રક,કાર, બાઈક અને મોપેડ મારફતે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે પુષ્પા સ્ટાઇલ ટ્રકમાં લાકડાની નીચે સંતાડી દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસને નિષ્ફ્ળ બનાવી ટ્રકમાંથી વિદેશી દારૂની 5652 બોટલ સાથે રાજસ્થાની બે ખેપિયાને દબોચી લીધા હતા

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ટ્રકમાં લાકડાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની શંકાસ્પદ વાહનોનું ચેકીંગ દરમિયાન બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટીમાત્રામાં લાકડાનો જથ્થો જોવા મળતા પોલીસે લાકડાઓ હટાવતા નીચે સંતાડેલ વિદેશી દારૂની 126 પેટી માંથી 5652 બોટલ કીં.રૂ.408084/- તેમજ ટ્રક મોબાઈલ મળી કુલ રૂ.9.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક રમેશ ઉર્ફ ધુલા મીણા અને પ્રકાશ સંગ્રામસિંહ મીણા (બંને,રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!