શિયાળાની કડકડતી ઠંડી જામી છે મોડાસા શહેર સહીત જીલ્લામાં લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા શહેરના ફૂટપાથ અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો અને તેમના બાળકોની ચિંતા ખાખીમાં રહેલા પોલીસકર્મીએ કરી છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશન કુમાર રાઠોડ નામના પોલીસકર્મી છેલ્લા 7વર્ષથી તેમના ફરજના વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ બાળકો અને પરીવારને ઠંડીથી રક્ષણ આપવા સ્વેટરની વીતરણ કરી હૂંફ આપી રહ્યા છે
કાયદાનું કડક પણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે. અને તે વાતની પ્રતીતિ મોડાસાના લીંભોઇ ગામના અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશન રાઠોડ નામના પોલીસકર્મી નું 7વર્ષ અગાઉ ફરજ પર હતા ત્યારે ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠૂંઠવાતાં ગરીબ બાળકોને જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું અને જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારોને બીજા દિવસે સ્વેટર વિતરણ કરી કર્યા પછી છેલ્લા 7વર્ષથી પોલીસકર્મી તેમના પગારમાંથી બચત કરી ફરજના સ્થળ પર અને આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાત મંદ બાળકો અને તેમના પરિવારોને સ્વેટરનું વિતરણ કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે પોલીસકર્મીના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી છે