અરવલ્લી જીલ્લાની એકમાત્ર ઈજનેરી કોલેજ તત્વ ઈજનેરી કોલેજ,મોડાસા દ્વારા ગાંધીનગરના અરણ્ય ઉદ્યાન ખાતે બે દિવસીય (તા: 02 અને 03 ફેબ્રુઆરી) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ શિબિરમા સંસ્થાના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તથા સિવિલ અને આઈ.ટી. વિદ્યાશાખાના વડા શ્રી પ્રો. રાકેશ શાહ અને પ્રો. બીના સથવારા જોડાયા હતા .
શિબિર દરમિયાન પ્રથમ દિવસે વેટલેંડ,પર્યાવરણ સંવર્ધન,તેમજ પ્રતેનામ: પ્રાકૃતિક ફાર્મ,શિહોલી ખાતે પ્રાકૃતિક ખેતી અને તેના વિશેની પ્રાયોગિક જાણકારી મેળવી હતી.શિબિર ના પ્રથમ દિવસે અરણ્ય ઉદ્યાન ,ગાંધીનગર ખાતે વન ભોજનનો આનંદ લઈ રાત્રિ રોકાણ કર્યું હતું .
પ્રવાસના બીજા દિવસે થોળ પક્ષી અભ્યારણ ખાતેની મુલાકાત લેવામાં આવી જેનો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પક્ષીઓની ઓળખ કરી અવલોકન કરવામાં આવ્યું. થોળ અભ્યારણની મુલાકાત બાદ અરણ્ય ઉદ્યાન ખાતે કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરી સફળ શિબિરનું સમાપન કરવામાં આવ્યું.
સમગ્ર શિબિર દરમ્યાન ગીર ફાઉન્ડેશનના વૈશાલી બેન અને ત્રિવેદી સાહેબ ઉપસ્થિત રહી તેમના દ્વારા સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પૉ. જે.આર.પુવાર દ્વારા ટકાઉ જીવન શૈલી જેવા વિષય ના શિબિર ની પ્રશંસા કરવામાં આવી હતી.