અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લાના પોલીસ તંત્રને જીલ્લાના પોલીસ મથકોમાં દાખલ થયેલા ગુના તાત્કાલિક ધોરણે ઉકેલવા કડક સૂચનાઓ આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર પણ સાબદું થઈ ગયું છે.
સાઠંબા ગામના ઇન્દીરાનગર વિસ્તારમાંથી એક સગીરબાળાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે એક યુવક ભગાડી ગયો હતો જેનો ગુનો સાઠંબા પોલીસ મથકે નોંધાતો સાઠંબા પોલીસે શી ટીમને કામે લગાડી હ્યુમન રિસોર્સિસ અને પોકેટકોપ મોબાઇલના આધારે ભોગ બનનાર સગીરા અને તેને ભગાડી જનાર આરોપી સુરેશભાઈ ઉર્ફે અલ્પેશભાઈ માનસિંહભાઈ વાઘરી રહે. નવીનગરી સાઠંબા તા. બાયડને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
અરવલ્લીઃ સાઠંબાની સગીરાને ભગાડી જનાર આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડતી સાઠંબા પોલીસ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -