અરવલ્લી જિલ્લામાં ટ્રાઈબલ વિસ્તાર ધરાવતો મેઘરજ તાલુકો જેમાં પણ ગ્રામ્ય વિસ્તારમા હાલ બસની સમસ્યા ને લઇ હલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે જેમાં વર્ષો જૂની બસ નારણપુર મેઘરજ બસ જે રાત્રીના સમયે નારણપુર ગામે રોકાતી અને સવારે મેઘરજ મુકામે જતી અને ત્યાર પછી સવારે મેઘરજ થી પરત નારણપુર ગામે આવતી અને પછી મેઘરજ મુકામે જતી બસ જે જૂની બસ કહેવામાં આવે છે જે શરુ હતી ત્યારે વિધાર્થીઓ ને અભ્યાસ અર્થ જવા માટે સરળ રહેતી હતી પરંતુ આ તાલુકા સદસ્ય જગદીશ પગીના જણાવ્યા અનુસાર નારણપૂર મેઘરજ બસ છેલ્લા પાચ મહિનાથી બંધ થઇ ગઈ છે અને હાલ મુસાફરો તેમજ વિધાર્થીઓ ને હાલાકી નો સામનો કરવો પડે છે આ બાબતે આ બસ સેવા ફરીથી શરુ કરવામાં આવે તે માંગ સાથે સ્વાગત કાર્યક્રમ મા અરજી સ્વીકારવા અને લેવા માટે મામલતદાર ને અરજી કરી છે ત્યારે આ બાબતે હાલ તો નારણપુર અને મેઘરજ જતી બસ ફરીથી શરુ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે