અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની પ્રોહીબિશનની શખ્ત અમલવારીની સૂચનાને પગલે પોલીસતંત્ર પ્રોહીબિશનની કામગીરી માટે સતત દોડાદોડ કરી રહી છે બુટલેગરો જિલ્લાના વિવિધ માર્ગો પરથી ટ્રક,કાર, બાઇક અને મોપેડ મારફતે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસખા અપનાવી રહ્યા છે.શામળાજી પોલીસે પાલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન રાણી રોડ ગામ તરફથી આવતી સફેદ કલરની ગાડી માંથી ૨૭ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમ પાલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ઓડ ગામ તરફથી એક સફેદ કલરની ફોર વહીલર ગાડી આવતા સરકારી ગાડી ઉપરથી લાઈટ જોઈ જોતા દૂરથી ફોર વહીલ ગાડીના ચાલકે એકદમ ઉભી કરી રિવર્સ કરી પીછો ઓડ ગામ તરફ ભગાડેલ જે ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે પીછો કરતા ગાડી ચાલકે રોડની સાઈડમાં ઉતારી દઈ ફોર વહીલ ગાડી ઝાડ સાથે અથડાઈ જતા ગાડીમાંથી ચાલક એકદમ નીચે ઉતરી નજીકમાં આવેલ ઝાડી ઝાંખરાની ઓથ લઈ ડુંગર તરફ ભાગેલ પીછો કરતા રાત્રીનો સમય હોય અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ પોલીસે ગાડીની તલાસી લેતા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડના વિદેશી દારૂના છુટા કવાટર/બિયર ટીન નંગ-૩૧૬ જેની કિંમત રૂ.૨૭,૩૭૬/-નો તથા સફેદ કલરની હૂંડાઈ કંપનીની એસેન્ટ ગાડીની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૩,૨૭,૩૭૬ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ટીંટોઇ પોલીસે સુનોખ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-૮ ઉપર પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કરતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે એક ટાટા કંપનીની ટ્રક શામળાજી રોડ તરફથી આવતી બાતમી મળતા ટીંટોઇ પોલીસે ટ્રકમાંથી ૪૩ હજારનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ઝડપી પાડ્યા હતા.
ટીંટોઇ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સુનોખ ગામની સીમ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા ટાટા કંપનીની ટ્રકમાંથી વિદેશી દારૂની આખી પેટી નંગ-૮ જેમાં નાની મોટી બોટલ નંગ-૨૮૮ જેની કિંમત રૂ.૪૩,૨૦૦/- નો પ્રોહીબિશન મુદ્દામાલ તેમજ ટ્રક ની કિંમત રૂ.૮૦૦,૦૦૦/- કુલ રૂ.૮,૪૩,૨૦૦/- મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપી ૧) કાલુરામ લોગર ગામેતી રહેવાસી ગજેલા મજેરા તાલુકો નાથદ્વારા,જી.રાજસ્થાન ૨)પ્રકાશભાઈ લોગર ગામેતી રહેવાસી ગજેરા મજેરા નાથદ્વારા ૩)જગદીશસિંગ વિજયસિંગ ચૌહાણ રહેવાસી બગગડ તળાવ પાસે તાલુકો ભીંમ જી.રાજસંમધ ની ત્રણેય આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.