અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલના પોલીસ તંત્રને પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ સામે કડક સાથે કામ લઈ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણને નેસ્ત નાબુદ કરવા આપેલી સૂચનાઓ બાદ પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા કટિબધ્ધ થયું છે.
સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં પીએસઆઇ આર બી રાજપુત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે સાઠંબા નજીક આવેલા ખાંડા ગામે મનિષસિહ હજુરસિહ સોલંકીના ત્યાં દરોડો કરતાં તેના રહેણાંક મકાનમાં અને તેના ઘરની પાછળ આવેલા ઘઉં અને મકાઈના વાવેતરવાળા ખેતરમાં તપાસ કરતાં સંતાડી રાખેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ, ટીન મળી કુલ નંગ. 155 જેની કિંમત રૂપિયા 25,599/- નો મુદ્દામાલ કબ્જે લઇ બુટલેગર મનિષસિહ હજુરસિહ સોલંકી રહે. ખાંડા તા બાયડ જી અરવલ્લી હાજર નહીં મળતાં તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.